શહેરમાં શરદી-ઉધરસના 867 સહિત કુલ 1755 કેસ નોંધાયા

શહેરમાં ભાદરવાની વિદાય બાદ રોગચાળાના કેસમાં આંશિક ઘટાડો નોંધાયો છે. આ સપ્તાહે શરદી-ઉધરસ, સામાન્ય તાવ, ઝાડા-ઊલટીના કેસ ઘટ્યા છે. જ્યારે મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુના 5 કેસ નોંધાયા છે.

મનપાના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ ગત સપ્તાહમાં શરદી-ઉધરસના 867, સામાન્ય તાવના 769, ઝાડા-ઊલટીના 109, ટાઇફોઇડના 2, કમળાના 3 અને ડેન્ગ્યુના 5 કેસ મળી કુલ 1755 કેસ નોંધાયા છે.

વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.22થી 28 દરમિયાન પોરાનાશક કામગીરી હેઠળ 34879 ઘરમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 925 ઘરમાં ફોગિંગ કામગીરી કરેલી છે.

મચ્છર ઉત્પત્તિ સબબ નોટિસ તથા વહીવટી ચાર્જ વસૂલાતની કામગીરી કરવામાં આવી છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 411 પ્રિમાઇસીસ (બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્સ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે)માં મચ્છર ઉત્પત્તિ સબબ તપાસ કરવામાં આવી છે.

જેમાં મચ્છર ઉત્પત્તિ સબબ રહેણાકમાં 300 અને કોમર્સિયલ 102 આસામીને નોટિસ આ૫વામાં આવી છે તથા 9 આસામી પાસેથી રૂ.4100નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *