રાજકોટ શહેરમાં ભાડાના મકાનમાં ચાલતી 13 આંગણવાડી કેન્દ્ર માટે નવા બિલ્ડિંગ તૈયાર થઇ રહ્યા છે. જેથી ચાલુ વર્ષે આંગણવાડી કેન્દ્રને પોતાનું અદ્યતન બિલ્ડિંગ મળશે.
મનપા અધિકારીએ જણાવ્યું હતું કે, જે આંગણીવાડી નવી બિલ્ડિંગમાં શિફ્ટ થશે તેમાં નવા થોરાળા વિસ્તારના ગોકુલપરા-1માં કસ્તુરબા આંગણવાડી કેન્દ્ર, ગોવિંદનગર મેઇન રોડ પર રાધાકૃષ્ણનગર 18માં જંગલેશ્વર આંગણવાડી કેન્દ્ર, રસૂલપરા-3ના ઠક્કરબાપા બાલવાડીમાં રસૂલપરા આંગણવાડી, રાધે હોટેલ પાછળના વિસ્તારમાં જસરાજનગર આંગણવાડી કેન્દ્ર, વોર્ડ નં.12માં સરસ્વતી આંગણવાડી કેન્દ્ર, પ્રમુખનગર-3 રાધે હોટેલ પાછળના વિસ્તારમાં મવડી બાલવાડી આંગણવાડી કેન્દ્ર, મવડી મેઇન રોડ પર આવેલા શ્રીનાથજી સોસાયટીમાં સવીબેન બાલવાડી આંગણવાડી કેન્દ્ર, રૈયાધાર મફતિયું વિસ્તારમાં રૈયાધાર આંગણવાડી કેન્દ્ર, ઇન્દિરાનગર વિસ્તારમાં આંગણવાડી કેન્દ્ર, સાંઢિયા પુલ પાસેના વિસ્તારમાં પરસાણા આંગણવાડી કેન્દ્ર, હનુમાનમઢી વિસ્તારમાં છોટુનગર આંગણવાડી કેન્દ્ર, લક્ષ્મીવાડી વિસ્તારમાં અને આંબેડકરનગર વિસ્તારમાં 1-1 આંગણવાડી કેન્દ્રનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હયાત 4 આંગણવાડીને રિનોવેટ કરી સ્માર્ટ બનાવી છે અને શહેરમાં વધુ 9 ડિજિટલ આંગણવાડી તૈયાર કરવામાં આવશે. વોર્ડ નં.12માં આવેલા ગાર્ડનમાં ગ્રીન લાઇબ્રેરી તૈયાર કરાશે જેમાં 20 લાખના પુસ્તકો અને 10 લાખના રમકડાંની ખરીદી કરવામાં આવશે.તેમજ વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે 10 લાખના ખર્ચે કરિયર કાઉન્સેલિંગ સેન્ટરનું નિર્માણ કરવામાં આવશે.