શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી પોલીસના કડક પેટ્રોલિંગ વચ્ચે બેકાબૂ સમડીએ ત્રણ વૃદ્ધા સહિત ચારના ગળા હળવા કરી આતંક મચાવતા એલસીબી ઝોન-2ની ટીમે માહિતીને આધારે સગીર સહિતની ત્રિપુટીને સકંજામાં લઇ તેની આકરી પૂછતાછ કરતા ચાર ચીલઝડપના ભેદ ખુલ્યા હતા પોલીસે મુદામાલ કરજે કરવા કાર્યવાહી કરી છે.
બાઇકસવાર સમડી દાગીના વેચવાની ફિરાકમાં હોવાની માહિતીને આધારે એક સગીર સહિતની ત્રિપુટીને સકંજામાં લઇ તેની આકરી પૂછતાછ કરતા તેને તા.12ના રોજ ભોમેશ્વરમાં રહેતા પ્રવીણાબેન સોઢાતર તેને એક્ટિવા લઇને જતા હતા ત્યારે શીતલ પાર્ક પાસેથી રૂ.20 હજારની કિંમતનો સોનાનો ચેઇન, તા.15મીના સ્વિતિક સોસાયટીમાં રહેતા લાભુબેન કોરિંગા તેના પતિના મોટરસાઇકલ પાછળ બેસીને જતા હતા ત્યારે મહિલા અંડરબ્રિજ પાસે ગળામાંથી રૂ.1.38 લાખની કિંમતની માળા, સત્યમ પાર્કમાં રહેતા હિરલબા બળદેવસિહ પરમાર તા.4-5ના ઘેર જતા હતા ત્યારે સોરઠિયાવાડી પાસેથી રૂ.41 હજારની કિંમતનો સોનાના ચેઇન અને તા.2-3ના કુવાડવા રોડ પર દયાબેન ઘર પાસે ઝાડ નીચે બેઠા હતા ત્યારે તેના ગળામાંથી સોનાનો ચેઇનની ચીલઝડપ કર્યાનું ખૂલતા પોલીસે ધરપકડ તેમજ મુદામાલ કબજે કરવાની કાર્યવાહી કરી છે.