શનિવારે નેમિનાથ પ્રભુના વિશાળ પ્રાંગણમાં ધ્વજારોહવાનો કાર્યક્રમ

રૂપાયતન રોડ સ્થિત ગિરનાર દર્શન યાત્રિક ભવન ખાતે જૈનાચાર્ય જિનેશરત્નસૂરિ આદિ શ્રમણ-શ્રમણી ભગવંતોનો છરી પાલિત સંઘ વંથલીથી ગિરનાર તીર્થમાં આગમન થતાં હાથી-ઘોડા બેન્ડ સહિત સેંકડો ભાવિકોનું સ્વાગત થયું હતું. તેમજ વિરાટ મંડપમાં સ્વાગત પ્રવચન થયું હતું.

આ પાવન સ્વાગતયાત્રામાં જૈનાચાર્ય પૂર્ણચન્દ્રસૂરિ, અભયચન્દ્રસૂરિ, તમોનિધિ હેમવલ્લભસૂરિ તેમજ પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજય આદિ શ્રમણ-શ્રમણી વૃંદ પણ જોડાયું હતું. નેમિપ્રભુ સમગ્ર વિશ્વનાં આદર્શ છે અને હેમવલ્લભસૂરિ આલંબન છે. જીવનનાં સર્વ ક્ષેત્રે બ્રહ્મચર્યનાં ભડાકા થઈ રહ્યા છે ત્યારે ગિરનાર તીર્થ ભૌતિક અને ભોગવાદ સામે પડકાર છે. પંન્યાસપ્રવાર પદ્મદર્શનવિજયએ જણાવ્યું હતું કે આજના પાવન દિવસે શનિવારે નેમિનાથ પ્રભુના વિશાળ પ્રાંગણમાં ધ્વજારોહવાનો કાર્યક્રમ યોજાશે. અત્યારે હોટલો, લારીઓ અને ખાઉધરા ગલીઓથી ઉભરાઈ રહી છે.

આહાર સંજ્ઞાનું જોર વધી રહ્યું છે. ત્યારે 27 વર્ષથી આયંબિલ તપની સાધના કરનાર સાધક હેમવલ્લાભસૂરિ સમગ્ર વિશ્વમાં જન-જનમાં આલંબલરૂપ બન્યા છે. જૈન શાસનની ભવ્ય પરંપરા છે કે જયારે પરા છરી પાલિત સંઘ તીર્થમાં આવે છે ત્યારે તીર્થના મંદિરના શિખર ઉપર ધ્વજારોહણનો પ્રસંગ દ્રવ્ય ખર્ચીને ભાવુકો ઉજવતા હોય છે. બેણપ જૈન સંઘ એટલે બેનાતટ નદીના કિનારે આવેલું સંસ્કારી ગામ. અહિંનું સંગઠન, પ્રેમ અને મૈત્રીભાવ માટે અનુસરણીય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *