શક્તિ ઉર્ફે પેંડાની ‘યાદ’માં ગેંગનું નામ ‘પેંડાગેંગ’ પડ્યું

રાજકોટની કુખ્યાત પેંડા ગેંગ સામે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પેંડાના સાગરીત રાજપાલ ઉર્ફે રાજો જાડેજા સહીત 17 આરોપીઓ વિરુધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી 4 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જયારે બાકીના 11 આરોપીઓનો આજે જેલમાંથી ટ્રાન્સફર વોરંટ મારફત કબ્જો મેળવી ધરપકડ કરી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

ચાર આરોપીના 10 દિવસના રિમાન્ડ, મિલ્કત ટાંચમાં લેવા કવાયત હાલ આ કેસમાં પકડાયેલા ચાર આરોપીને 10 દિવસના રિમાન્ડ મેળવી આરોપીઓની મિલ્કતો અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે અને મિલ્કત ટાંચમાં લેવા કવાયત હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત કોઈ ગેરકાયદે દબાણ હોવાનું જાણવા મળશે તો તેને તોડી પાડવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ ગેંગ ઉપર છેલ્લા દશ વર્ષમાં હત્યા, હત્યાની કોશિશ, બળાત્કાર, આર્મ્સ એક્ટ, મારામારી સહીત કુલ 71 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ દિનેશ ઉર્ફે બચ્ચું ઉર્ફે મોટી ટિકિટ ગોહેલ, જીજ્ઞેશ ઉર્ફે બાવકો ઉર્ફે નાની ટિકિટ ગોહેલ, ચિરાગ ઉર્ફે બકાલી મકવાણા, અને ચંદ્રેશ ઉર્ફે ચંદો ગોહેલની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજુર કરતા રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે. જ્યારે આજ રોજ રાજકોટ જેલમાં બંધ 11 આરોપીઓનો ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *