અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની બુધવારે વ્હાઇટ હાઉસમાં મુલાકાત થઈ. આ બેઠક લગભગ 2 કલાક સુધી બંધ રૂમમાં ચાલી.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું – મેં નેતન્યાહુને સ્પષ્ટ કહ્યું છે કે અમેરિકાએ ઇરાન સાથે પરમાણુ કરાર પર વાતચીત ચાલુ રાખવી જોઈએ.
તેમણે લખ્યું કે બેઠક ખૂબ સારી રહી, પરંતુ કોઈ અંતિમ નિર્ણય થયો નથી. જો ઇરાન સાથે સારો કરાર થઈ શકે તો તે વધુ સારું રહેશે, પરંતુ જો ન થયો તો આગળ શું કરવું તે જોવામાં આવશે.
ટ્રમ્પે એ પણ યાદ અપાવ્યું કે છેલ્લી વાર ઇરાને કરાર કર્યો ન હતો, જેના પછી અમેરિકાએ તેના પર લશ્કરી કાર્યવાહી ‘ઓપરેશન મિડનાઇટ હેમર’ કરી હતી.