વ્યાજ સહીત 1 કરોડની માંગણી કરી જમીન ભૂલી જવા કહેતા ફરિયાદ, સાઢુભાની પોસ્ટમેન સાથે છેતરપિંડી

રાજકોટમાં પ્રૌઢને તેના જ સગા સાઢુભાઈએ દગો દીધો હોવાની ઘટના સામે આવી છે. ખારચિયા ગામના રહેવાસી અને પોસ્ટ ઓફિસમાં પોસ્ટમેન તરીકે ફરજ બજાવતા રમેશભાઈ ભુવા પાસે સાઢુભાઈ સુરેશ તાલપરાએ સોપારીના ધંધામાં નુકસાન પહોંચ્યું હોવાથી રૂપિયાન માંગણી કરી હતી. જોકે રૂપિયા ન હોવાથી ખારચિયા ગામની ખેતીની જમીન પર લોન લેવડાવી આપવા કહ્યું હતું અને તેના રૂપિયા 6 મહિનામાં ભરી દેશે તેવી બાહેંધરી આપી હતી.

ત્યારબાદ ખેતીની જમીનના વેચાણ દસ્તાવેજ અન્યના નામે કરાવી નાખ્યા હતાં. જેથી પ્રૌઢે ખેતીની જમીન પરત માગતા વ્યાજ સહિત રૂ.1 કરોડની માંગણી કરવામાં આવતા પ્રૌઢે સાઢુભાઈ સહિત 4 શખ્સો સામે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ગુનાહિત કાવતરું રચી છેતરપિંડી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોસ્ટમેન સાથે તેના જ સાઢુભાઈ છેતરપિંડી કરી રાજકોટના ખારચિયા ગામે રહેતા અને પોસ્ટ ઓફિસમાં પોસ્ટમેન તરીકે નોકરી કરતા 55 વર્ષીય રમેશભાઇ ભુવાએ આજી ડેમ પોલીસ સ્ટેશનમાં સુરેશભાઈ તાલપરા, અલ્પેશ દોંગા,ધર્મેન્દ્ર ઠેસીયા, અને પરસોતમભાઈ લુણાગરીયા તથા તપાસમાં ખુલે તે તમામ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

સોપારીના ધંધામાં નુકશાની થતા રૂપિયાની માંગણી કરી હતી જેમાં તેમને જણાવ્યું છે કે, 21 એપ્રિલ, 2023થી 2 મે, 2023 દરમિયાન મારા સાઢુભાઈ સુરેશભાઇ તાલપરાને સોપારીના ધંધામાં નુકશાની થતા રૂપિયાની માંગણી કરી હતી. જોકે રૂપિયા ન હોવાથી ખારચિયા ગામે આવેલી ખેતીની જમીન પર લોન કરાવી આપવા કહ્યું હતું અને 6 મહિનામાં લોનના રૂપિયા ભરી દેશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો. જે બાદ લોનના બહાને પીપરવાડી ખાતેની જમીનનો ધર્મેન્દ્ર ઠેસિયાના નામનો રજીસ્ટર દસ્તાવેજ કરાવી છેતરપિંડી આચરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *