વ્યાજના પૈસા આપી દેજે નહીંતર મારો ઘરવાળો તને ચોટલો પકડી લઇ જશે

રેલનગરમાં રહેતા પ્રૌઢાએ પાડોશી મહિલા પાસેેથી રૂ.7 લાખ વ્યાજે લીધા હતા. વ્યાજ નહીં ચૂકવી શકતાં પ્રૌઢાને મહિલા વ્યાજખોરે ધમકી આપી હતી અને ઘરમાંથી દાગીના પણ લઇ ગઇ હતી.રેલનગરના રામેશ્વરપાર્કમાં રહેતા શોભનાબેન મનસુખભાઇ રેણુકા (ઉ.વ.54)એ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પૂર્ણાબા ઝાલા અને તેના પતિ ઘોઘુભા ઝાલાના નામ આપ્યા હતા.

શોભનાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, રોલ પોલિશનું મશીન લેવા માટે બે વર્ષ પહેલાં પાડોશી પૂર્ણાબા પાસેથી રૂ.7 લાખ 10 ટકા વ્યાજે લીધા હતા, અને બે મહિના સુધી વ્યાજ ચૂકવ્યું હતું, ત્યારબાદ મશીન ખરાબ થતાં ધંધામા નુકસાન થતાં વ્યાજ નહીં ચૂકવી શકતાં પૂર્ણાબાએ પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી,

પૂર્ણાબાએ ધમકી આપી હતી કે,‘મારા વ્યાજના રૂપિયા આપી દેજે નહીંતર મારો ઘરવાળો તને ચોટલો પકડી ગાડીમાં બેસાડીને લઇ જશે, અને મારી નાખશે’. પૂર્ણાબા પ્રૌઢાના ઘરે જઇ કટકે કટકે 22 તોલા સોનાના અને 500 ગ્રામ ચાંદીના દાગીના પણ લઇ ગઇ હતી, પતિનું પેન્શન બેંકમાં જમા થતું તેનું એટીએમ કાર્ડ લઇ ગયું અને પૈસા ઉપાડી લેતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *