વોર્ડ-2માં ગટરના વહેતા નાળા વચ્ચે બાળ છાત્રોનું જોખમી આવાગમન

અંજાર શહેરના વોર્ડ નંબર 2માં લુણંગનગર નજીક ગટરના વહેતા ખુલ્લા નાળાઓ વચ્ચેથી શાળા નંબર-15 ના બાળક છાત્રોનું આવાગમન જોખમી રીતે થઇ રહ્યું છે. સ્થાનિક રહેવાસીઓ, ખાસ કરીને શાળાએ જતા બાળકો માટે ગંભીર જોખમ ઉભું કર્યું છે. આ વિસ્તારમાંથી પસાર થતા બાળ છાત્રોને ખુલ્લા નાળાઓ વચ્ચે ખતરનાક રીતે અવરજવર કરવી પડી રહી છે, જેના કારણે અકસ્માતની શક્યતા અને આરોગ્ય સમસ્યાઓ વધી રહી છે.

સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે, વોર્ડ 2ના લુણંગનગર નજીક ગટરના મોટા નાળાઓ ખુલ્લા છે અને વહેતા ગટરના પાણી વચ્ચે બાળ છાત્રો શાળા માટે અવર જવર કરે છે. હોવાથી બાળકોને શાળાએ જતી વખતે ખૂબ જ સાવચેતીપૂર્વક ચાલવું પડે છે.

ઉપરાંત, ખુલ્લા નાળાઓમાંથી ફેલાતી દુર્ગંધ અને રોગજનક જંતુઓથી બાળકોના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડી રહી છે તે નફામાં , આ બાબતે નગરપાલિકાના પ્રમુખ વૈભવ કોડરાણીને પુછતાં તેમણે જણાવ્યું હતું કે, આ ગટરનું નાળું વહે છે એ સરકારી જમીન પર છે અને આજથી નહીં વર્ષોથી છે. શાળા માટે શોર્ટ કટ હોવાથી આ રસ્તે અવર જવર થતી હોય છે. ખરેખર આ ખુલ્લી ગટર દુર્ઘટના ન સર્જે તે માટે ખરેખર લોકોની ખાસ કરીને શાળાના બાળ છાત્રોની સલામતી માટે નક્કર પગલા તાત્કાલિક લેવા જોઇએ તેવી માંગ ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *