રાજકોટ શહેરમાં વોર્ડ નં.2માં અશાંતધારો લાગુ હોવા છતાં અનેક શંકાસ્પદ મિલકતના સોદાઓ થતા લત્તાવાસીઓ ધારાસભ્યને સાથે રાખીને કલેક્ટરને રજૂઆત કરવા દોડી આવ્યા હતા અને ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહે કલેક્ટરને આવેદન પાઠવીને અશાંતધારાનું પાલન કરાવવા રજૂઆત કરી હતી.
આ રજૂઆતમાં જણાવ્યું હતું કે, વોર્ડ નં.2ના નહેરુનગર અને રામનગરમાં અશાંતધારો લાગુ છે, પરંતુ ત્યાં હિન્દુઓના નામે દસ્તાવેજો કરી મુસ્લિમો રહે છે. ચૌદ જેટલા આસામીએ કરેલા સોદાના નામ અપાયા અને તે અમુક ચોક્કસ લઘુમતી શખ્સોએ લીધાની રજૂઆત કરી હતી. તેમજ સુભાષનગર શેરી નં.12માં પણ 9થી 10 મકાનના સોદા અંગે શંકા વ્યક્ત કરાઇ હતી.