રાજકોટ મહાનગરપાલિકાના મેયર લોકદરબારમાં વોર્ડ નં. 10માં અત્યાર સુધીની સૌથી વધુ 107 ફરિયાદો સામે આવી છે. આ ફરિયાદોમાં રોડ-રસ્તા, ગંદકી, ડ્રેનેજ સહિતના મુદ્દાઓ આવ્યા છે. સૂચિત સોસાયટીઓમાંથી સૌથી વધુ ફરિયાદો આવી છે. આ ઉપરાંત જે લોકો બોરના પાણીનો ઉપયોગ કરે છે તેઓએ કહ્યું છે કે, ગટરના ગંદા પાણી ભૂગર્ભમાં ઉતરી બોરમાં ભળી ગયા છે જે ખૂબ જ ગંભીર બાબત છે.
લોકદરબારમાં સૌરાષ્ટ્ર યુનિ. ખાતે બસ સ્ટેન્ડ રીનોવેશન કરવા, કોટેચા ચોકથી યુનિ. સુધીના બસમાં ભીડ, બગીચામાં સમારકામ કરવા, નવા આરોગ્ય કેન્દ્ર બનાવવા, રહેણાંક વિસ્તારના પાર્કિંગમાં બનેલી ખાનગી સ્કૂલ દૂર કરવા, વોર્ડ ચાના થડામાં કોલસાની બદલે ગેસ આધારિત કરવા, યોગી પાર્કના કોમન પ્લોટમાં બાંધકામ કરી દબાણ, મહિલા હોકર્સ ઝોનમાં છાપરા અને મહિલા યુરીનલ બનાવવાની ફરીયાદ આવી હતી.