વૈશ્વિક સ્તરે ભારતનો આર્થિક વિકાસરથ અજેય છે : નિર્મલ જૈન

વૈશ્વિક સ્તરે છેલ્લા કેટલાક સમયથી અનિશ્ચિતત્તાનો માહોલ જોવા મળ્યો છે ત્યારે ભારતીય અર્થતંત્ર ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. કોવિડ, રશિયા-યુક્રેન યુધ્ધ, મોંધવારી તથા વ્યાજદર વધારા વચ્ચે પણ વૈશ્વિક સ્તરે ભારત મજબૂત દેખાવ કરી રહ્યું હોવાનું આઇઆઇએફએલ ગ્રુપના ફાઉન્ડર નિર્મલ જૈને જણાવ્યું હતું વધુમાં તેઓએ ઉમેર્યું કે બાહ્ય ડેવલપમેન્ટ, આર્થિક અને ભૌગોલિક-રાજકીય પરિબળો ભારત માટે ભાગ્યશાળી લાગે છે.

દા. તરીકે, વૈશ્વિક MNCs અને રોકાણકારો ચીનના વિકલ્પ માટે ગંભીરતાથી જોઈ રહ્યા છે અને યુરોપમાં ઘણા એનર્જી ઇન્સેન્ટીવ ઇન્ડસ્ટ્રીઝ કે જે રશિયન ગેસના વિક્ષેપથી પીડિત છે તેઓ ભારત તરફ નજર દોડાવી રહ્યાં છે. દેશમાં મેન્યુફેક્ચરિંગના હિસ્સામાં સંભવિત વધારો અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઝડપી વૃદ્ધિ એ અન્ય મોટા પાયા છે. આગામી 5-10 વર્ષોમાં ભારતે હજુ પણ સામાજિક અને શહેરી માળખાગત સુવિધાઓમાં ઘણું વધારે રોકાણ કરવાની જરૂર પડશે, કર કાયદાને વધુ સરળ બનાવવું પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *