વેપારી સાથે રૂ.96.96 લાખની ઠગાઇમાં ચાર આરોપી પકડાયા

શહેરમાં જૂના એરપોર્ટ રોડ પર રોયલ ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં રહેતા અને નવાગામમાં અતુલ અેન્ટરપ્રાઇઝ નામે ઓટો પાર્ટસનું વેરહાઉસ ચલાવતા વેપારીને સ્ટોકમાર્કેટમાં રોકાણના બહાને વધુ વળતર આપવાની લાલચ આપી રૂ.96.96 લાખની કોઇ અજાણ્યા શખ્સોએ છેતરપિંડી કર્યાની ફરિયાદ કરતા સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી ચાર શખ્સોને પકડી લઇ તેની પાસેથી રોકડ કબજે કરવા કાર્યવાહી કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જૂના એરપોર્ટ રોડ પર રહેતા કુણાલભાઇ જયંતીભાઇ ચાંદ્રા શેરમાર્કેટમા઼ ઇન્વેસ્ટમેન્ટ બાબતે રિલ્સ જોઇ રહ્યા હતા ત્યારે એક ઇવેન્ટ કંપનીની જાહેરાત જોઇ હતી જેમાં આપેલી લીંક પર ક્લિક કરતા તેની વેબસાઇટ ખુલી હતી ત્યારબાદ તે સાઇટ પરથી વેપારી કુણાલભાઇને ફોન આવ્યો હતો અને વેપારીને રજિસ્ટ્રેશન કરાવ્યું હતું જેથી વેપારીએ તેમાં રૂ.20 હજાર ભર્યા હતા અને તેમાં સારું એવું વળતર મળ્યું હતું બાદમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય કટકે-કટકે કુલ રૂ.96.96 જમા કરાવ્યા બાદ તે વિડ્રો થયા હોય અને પૈસા પરત નહીં આવતા તેની સાથે ઠગાઇ થયાનું બહાર આવતા તેને ફરિયાદ કરતા સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઇ જાડેજા સહિતના સ્ટાફે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

દરમિયાન પોલીસે ભાવનગરમાં આનંદનગર રોડ પર રહેતો રાજુ વજુભાઇ સોલંકી, યુવરાજસિંહ મહેશભાઇ મોરી, સિહોરનો કિશાેર કાબાભાઇ ઉલ્વા અને લાઠીના પીપળવા ગામે રહેતો વિજય વજુભાઇ ધનવાણિયાની ધરપકડ કરી તેની પૂછતાછ કરતા આરોપીઓએ શ્રીરામ એન્ટરપ્રાઇઝ નામની પેઢી ઊભી કરી તેના પ્રોપરાઇટર તરીકે રાજુ સોલંકી તેમજ યુવરાજસિંહ મોરી અને કિશોરએ આઇડીએફસી બેકમાં કરંટ એકાઉન્ટ ખોલવામાં મદદ કરી તે એકાઉન્ટમાં ફ્રોડના ટ્રાજેકશન મુજબ કમિશન પેટે રૂપિયા લેતા અને વિજય કરંટ બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્જેક્શન કરતો હોવાનું બહાર આવતા પોલીસે તેની પાસેથી રૂપિયા કબજે કરવા અને અન્ય કેટલા લોકો સાથે ઠગાઇ કરી ? તે સહિતની વધુ પૂછતાછ માટે રિમાન્ડની માંગ સાથે કોર્ટહવાલે કારવાની કાર્યવાહીકરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *