વેપારીને પૂતળાનો હાથ કાઢી તેનાથી માર માર્યો

શહેરના પેલેસ રોડ પર વર્ધમાનનગર શેરી નંબર-1માં વર્ધમાન એપાર્ટમેન્ટ સી-19માં રહેતા વેપારી યશ અજયભાઈ દોશી(ઉ.વ 28)એ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નવલ પરમાર, જય અને સાગરના નામ આપ્યા હતા.

વેપારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને લાખાજીરાજ રોડ પર પ્રણામી મંદિરની બાજુમાં રોનક એનેક્સ નામની લેડીઝ કપડાંની દુકાને આવેલી છે. દુકાનની બાજુમાં જ નીતિનભાઈની જશી ક્રિએશન નામની દુકાન આવેલી છે.

ગત તા.15ના રાત્રિના આઠેક વાગ્યે પોતે દુકાને હતા. દુકાનની સામે જશી ક્રિએશનનો સામાન રાખતા હોય અને તેના વાહનો પાર્ક કરતાં હોય જે બાબતે સમજાવવા જતા મામલો બિચક્યો હતો અને નવલ, જય અને સાગરે મોટા ભાઈ સાથે ઝઘડો કરી યશના મોટાભાઇ સાથે માથાકૂટ કરી હતી.

લોકો એકત્ર થતા ફરિયાદીએ ઝઘડો ન કરવાનું કહ્યું જે બાબતે ત્રણેયે તેને પણ ગાળો ભાંડી હતી. ફરિયાદીએ ગાળો બોલવાની ના કહેતા સાગર અને જયે તેને ઢીકાપાટુનો માર માર્યો હતો. દરમિયાન ફરિયાદીના મોટાભાઈ બ્રિજેશ છોડાવવા વચ્ચે પડ્યા હોય અને ત્યારે બંને શખ્સોએ રોડ પર દુકાન બહાર પ્લાસ્ટિકના ડમી(સ્ટેચ્યૂ)માંથી પ્લાસ્ટિકનો હાથ કાઢી તેના વડે બ્રિજેશભાઈને માર માર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *