રાજકોટ સિંચાઇ વર્તુળ હસ્તકના 82માંથી 34 ડેમમાં 14 ફૂટ સુધી નવાં નીરની આવક થઇ છે અને તેમાંથી 9 ડેમ ઓવરફલો થયા છે. ઉપલેટાના ગધેથડ પાસેનો વેણુ-2 અને જામજોધપુરના સિદસર પાસેનો ઉમિયાસાગર ડેમ ઓવરફલો થયો છે તેમજ અન્ય સાત ડેમ ઓવરફલો થયા છે. ઉમિયાસાગર ડેમ બીજી વખત ઓવરફલો થયો છે અને ચાર દરવાજા 0.9 મીટર સુધી ખોલવામાં આવ્યા છે.
રાજકોટ સિંચાઇ વર્તુળ હસ્તકના ભાદરમાં 1.50, મોજમાં 4.20, ફોફળમાં 1.41, વેણુ-2માં 3.41, આજી-3માં 1.28, સોડવદરમાં 3.94, ન્યારી-1માં 0.16, ન્યારી-2માં 1.15, કર્ણુકીમાં 4.92, મચ્છુ-2માં 0.26, ડેમી-1માં 1.31, ડેમી-2માં 0.66, ડેમી-3માં 1.48, ફુલઝર-2માં 4.92, ડાઇમીણસરમાં 7.55, ફોફળ-2માં 1, ઉંડ-1માં 3, વાડીસંગમાં 1.44, રૂપારેલમાં 0.16, ઘીમાં 2.79, વર્તુ-1માં 7.22, ગઢકીમાં 3.61, વર્તુ-2માં 2.13, સોનમતીમાં 4.10, શેઢા ભાડથરીમાં 5.09, વેરાડી-1માં 13.67, સિંધણીમાં 6.23, કાબરકામાં 3.77, વેરાડી-2માં 4.76, મીણસારમાં 11.55, સોરઠીમાં 7.15 અને સાંકરોલીમાં 0.10 ફૂટ નવાં નીરની આવક થઇ છે.