વેગનર ગ્રુપના સૈનિકો રશિયામાં ઘૂસ્યા

રશિયાએ શનિવારે વેગનર ગ્રૂપના વડા યેવજેની પ્રિગોગીન પર બળવાના પ્રયાસનો આરોપ લગાવ્યો હતો. મોસ્કો હાઈ એલર્ટ પર છે. રાજધાનીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. પ્રિગોગિને દાવો કર્યો છે કે તેના સૈનિકો રશિયાની સરહદમાં ઘૂસી ગયા છે અને તેમણે રશિયન સેનાના એક હેલિકોપ્ટરને પણ તોડી પાડ્યું છે. ઘટનાક્રમ સંબંધિત તમામ માહીતી રાષ્ટ્રપતિ પુતિનને જણાવવામાં આવી રહી છે.

અલ-જઝીરા મુજબ વેગનરે એવો પણ દાવો કર્યો છે કે તેની સેનાએ રોસ્તોવ શહેરમાં અનેક જગ્યાઓ પર કબજો કરી લીધો છે. પ્રિગોગીને કહ્યું છે કે જે કોઈ તેના રસ્તામાં આવશે, તેને ખતમ કરી દેવામાં આવશે. રોસ્તોવના મેયરે લોકોને ઘરની અંદર રહેવાની અપીલ કરી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વેગનરની સેનાએ રોસ્તોવ શહેરમાં ઘણી જગ્યાઓ પર કબજો કરી લીધો છે. રોસ્તોવના મેયરે લોકોને ઘરની અંદર રહેવા વિનંતી કરી છે. ખરેખર, પ્રિગોઝિને યુક્રેનમાં વેગનર તાલીમ શિબિર પર મિસાઇલ હુમલા માટે ક્રેમલિનને દોષી ઠેરવ્યો હતો. આ હુમલામાં વેગનરના ઘણા સૈનિકો માર્યા ગયા હતા. આ પછી રશિયાએ પ્રિગોગીન સામે કાર્યવાહી શરૂ કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *