વેકેશનમાં ચાલુ શાળાઓ બંધ કરો, DEOને 24 કલાકનું અલ્ટિમેટમ

શિક્ષણ વિભાગની સત્તાવાર જાહેરાત પ્રમાણે રાજકોટ સહિત રાજ્યભરની શાળાઓમાં આગામી તારીખ 18 નવેમ્બરથી દિવાળી વેકેશન ખૂલે છે, પરંતુ શહેરની અનેક ખાનગી શાળાઓમાં એક સપ્તાહ વહેલા એટલે કે 11 નવેમ્બરથી શાળાઓ શરૂ કરી દેવાતા વિદ્યાર્થી સંગઠનોએ જિલ્લા શિક્ષણાધિકારીને પુરાવા સાથે રજૂઆત કરી છે અને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. વિદ્યાર્થી સંગઠને કહ્યું છે કે, 24 કલાકમાં ડીઈઓ જેટલી ખાનગી શાળાઓ ચાલુ છે તે તમામ બંધ કરાવે નહીંતર અમે દરેક શાળાએ જઈને હલ્લાબોલ કરીને બંધ કરાવીશું.

રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું કે, છેલ્લા એક અઠવાડિયાથી દરરોજ 25થી 30 સ્કૂલના વિદ્યાર્થીઓની ફરિયાદો આવી રહી છે. અમારો હેતુ બાળકોના શિક્ષણ બગાડવાનો નથી અને ખાનગી સ્કૂલોનો ઇરાદો બાળકોને વધુ શિક્ષણ આપવાનો હોય તે અમે પણ સમજીયે છીએ, પરંતુ એક બીજી શૈક્ષણિક સંસ્થાઓની ધંધાકીય હરીફાઈ અને દેખાદેખીમાં બાળકોને શિક્ષણના નામે માનસિક દબાણ વેઠવવું ન પડે તે અમારી પ્રાથમિકતા છે. રાજ્ય સરકાર પોતાના જ પરિપત્રોનું અમલીકરણ ન કરાવી શકતી હોય તો વેકેશન જ રદ કરી દેવા જોઈએ. શહેરની મોદી સ્કૂલ, એસ.કે.પી, સ્વસ્તિક, ધોળકિયા, મહાત્મા ગાંધી, સરસ્વતી સહિતની ખાનગી શાળાઓ સામે ફરિયાદ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *