રાજકોટ ક્રાઈમ બ્રાંચે એક મદારી ગેંગના 2 સભ્યોને ઝડપી પાડ્યા છે, જેઓ વૃદ્ધોને નિશાન બનાવીને તેમની પાસેથી સોનાના દાગીના લૂંટી લેતા હતા. આ પકડાયેલા આરોપીઓની ઓળખ બહાદુરનાથ સુરમનાથ પરમાર અને દેવનાથ અજનાથ બામણિયા તરીકે થઈ છે. તેમની પાસેથી રૂ. 2,38,000નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ ગેંગ વૃદ્ધોને જ ટાર્ગેટ બનાવતી હતી તો પોલીસથી બચવા નંબરપ્લેટ વિનાની કાર રાખતી હતી. અને 30 વર્ષથી સાધના કરતા હોવાનું જણાવી વિશ્વાસ કેળવી સોનાના દાગીના પડાવી લેતા હતા.
લૂંટ ચલાવનાર ગેંગનાં બે સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા રાજકોટ શહેરમાં વૃદ્ધોને વાતોમાં વળગાવી લૂંટ આચરતી મદારી ગેંગના બે શખ્સોને ક્રાઈમ બ્રાન્ચની ટીમે સકંજામાં લઈ મુદ્દામાલ રીકવર કર્યો છે. જેમાંથી એક વાંકાનેરનો બહાદુર દાસ સુરમનાથ પરમાર અને બીજો દેહગામનો દેવાનાથ અજાનાથ બામણિયા હોવાનું સામે આવ્યું છે. આ મદારી ગેંગ સફેદ કલરની વેગનઆર કારમાં આવી વૃદ્ધોને વાતોમાં વળગાડી લૂંટ આચરતી હતી. બે વૃદ્ધો પાસેથી રોકડ, દાગીના ઘડિયાળ, મોબાઈલની લૂંટ ચલાવનાર આ ગેંગનાં બે સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા છે. અને ચોરીનો મુદ્દામાલ રિકવર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સફેદ કલરની નંબર પ્લેટ વગરની વેગેનાર કાર તેમની પાસે આવીને ઊભી તાજેતરમાં આ ગેંગે 2 વૃદ્ધો પાસેથી સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી. જેમાં પ્રથમ બનાવમાં અયોધ્યા ચોક પાસે આવેલ ડાયમંડ પાર્કમાં રહેતા 63 વર્ષીય પ્રફુલભાઈ નટવરલાલ વસાણી સવારે આઠેક વાગ્યાની આસપાસ વોકિંગ કરવા માટે નીકળ્યા હતા ત્યારે ઘરથી થોડે આગળ પહોંચતા જ એક સફેદ કલરની નંબર પ્લેટ વગરની વેગેનાર કાર તેમની પાસે આવીને ઊભી રહી હતી. જે કારમાં સાધુ જેવા લાગતા ત્રણ શખ્સો બેસેલા હતા. જેઓએ પ્રફુલભાઈને અટકાવીને હિન્દી ભાષામાં વાત કરતા પૂછ્યું હતું કે, હમ લોગ પ્રયાગરાજ કી ઓર સે આ રહે હે ઓર હમે નજદીક મે કહી પે આશ્રમ હો તો વહા વિશ્રામ કરના હૈ, જેથી પ્રફુલભાઈ જણાવ્યું હતું કે, અહીં આશ્રમ તો નથી પણ માધાપર ચોકડી નજીક જામનગર રોડ પર એક ગૌશાળા આવી છે.