વૃદ્ધાએ પુત્રથી કંટાળીને ઝેરી ટીકડા ગટગટાવ્યા

રાજકોટના સાધુ વાસવાણી રોડ પર ગુરુજી આવાસ ક્વાર્ટરમાં રહેતાં અનસોયાબેન જગદીશપુરી ગૌસ્વામી (ઉ.વ.55) ગઈકાલે બપોરે પોતાનાં ઘરે હતાં ત્યારે પોતાનાં હાથે છરીથી ઈજા કરી ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ ગયાં હતા. ત્યારબાદ 108 મારફત વૃદ્ધાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જે સારવાર હેઠળ છે. તેઓના પતિ અવસાન પામ્યા છે. વૃદ્ધાને સંતાનમાં એક પુત્ર છે. પુત્ર સાચવતો ન હોય સાર-સંભાળ રાખતો ન હોય, જેથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું પોલીસ સમક્ષ વૃદ્ધાએ જણાવ્યું હતું. પોલીસે હાલ નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *