વુમન્સ વર્લ્ડકપમાં IND-BAN મેચ વરસાદને કારણે રદ

મહિલા વન-ડે વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ અને ભારત વચ્ચેની અંતિમ લીગ મેચ અનિર્ણિત રહી. નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં ભારતે બોલિંગ પસંદ કરી. બાંગ્લાદેશે 9 વિકેટ ગુમાવીને 119 રન બનાવ્યા. DLS મેથડથી ભારતને 126 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતે8.4 ઓવર પછી કોઈ નુકસાન વગર 57 રન બનાવ્યા હતા, ત્યારે જ વરસાદ શરૂ થયો અને મેચ રદ જાહેર થઈ. હવે ગુરુવારે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે સેમિફાઈનલમાં ટકરાશે.

ભારત તરફથી સ્મૃતિ મંધાના (34 રન) અને અમનજોત કૌર (15 રન) ઓપનિંગ કરવા ઊતર્યાં હતાં. નિયમિત ઓપનર પ્રતિકા રાવલ ફિલ્ડિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ હતી, આ કારણે બેટિંગ કરવા આવી નહોતી. બાંગ્લાદેશ તરફથી શર્મિન અખ્તરે 36 રન બનાવ્યા હતા.

નવી મુંબઈમાં વરસાદ આવવાને કારણે મુકાબલો ત્રીજી વાર રોકાયો. ભારતે 8.4 ઓવરમાં કોઈ નુકસાન વગર 57 રન બનાવી લીધા છે. ટીમ તરફથી સ્મૃતિ મંધાના અને અમનજોત કૌર ઓપનિંગ કરવા ઊતર્યાં હતાં. નિયમિત ઓપનર પ્રતિકા રાવલ ઈજાને કારણે બેટિંગ કરવા આવી નહોતી.

બાંગ્લાદેશની બેટિંગ દરમિયાન પણ 2 વાર રમત રોકવામાં આવી હતી. પહેલી વાર મેચ 43-43 ઓવરની કરી હતી. પછી મેચને 27-27 ઓવરની કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *