આપણો સૌરાષ્ટ્ર પ્રદેશ પહેલેથી જ માયાળુ પ્રદેશ તરીકે ઓળખાય છે પછી સૌરાષ્ટ્રના લોકો હોય કે પશુ પક્ષીઓ….ચાલુ વર્ષે ચોમાસામાં મેઘરાજાએ પણ સૌરાષ્ટ્ર પંથકની ધરતી ઉપર અપાર હેત વરસાવ્યું છે જેને લીધે વીરપુર પંથકના અનેક ડેમ, નદી નાળાઓ તેમજ સરોવરો, તળાવો પાણીથી ભરપુર છે, ત્યારે આ તળાવો તેમજ ડેમમાં દેશ વિદેશથી લાંબી મજલ કાપી શિયાળાની ઋતુમાં પંખીઓ મહેમાન બન્યા છે અને મુક્તમને વીહરી રહ્યા છે.
વીરપુર પાસેના થોરાળા ડેમની આ તસવીરમાં ભારતીય સ્પોર્ટબીલેડ ડક તેમજ કોમન કૂટ નામની આ બતક અેક સાથે વિહાર કરી પર્યટકો અને પસાર થતા મુસાફરો અને વાહનચાલકો ઘડીભર થંભી જવા મજબુર બન્યા છે.