વીરપુરના આહાબા વિસ્તારની સીમમાં દીપડાની હાજરી

વીરપુર જલારામ ગામની આહાબાની સીમમાં છેલ્લા ત્રણેક મીહનાથી એક દીપડાએ દેખા દેતા ખેડૂતોમા ભયનો માહોલ ફેલાયો છે. વીરપુર આહબા ગામના કમલેશભાઈ અને દિનેશભાઇ સરવૈયા (ભકાભાઈ) પોતાની વાડીએ – બાંધેલા બે બળદમાંથી એક બળદનું દિપડાએ મારણ કર્યાંનું સામે આવ્યું છે,

વીરપુર આહાબા સીમમાં છેલ્લાં ઘણા સમયથી દીપડાની દહેશતથી ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. દિપડાએ ખેડૂતોના વાડી વિસ્તારમાંથી ઘણા શ્વાનોનો શિકાર કર્યા છે જેમને લઈને ઘણા ખરા ખેડૂતોના પશુઓ પણ ખેડૂતો પોતાની વાડીએ રાખતા હોય છે ત્યારે આ હિંસક દિપડાએ ગત રાત્રીએ દિનેશભાઇ સરવૈયાએ પોતાના બે બળદ પોતાની વાડીએ બાંધેલ હતા ત્યારે રાત્રીના સમયે એક બળદનું મારણ કર્યું હતું. ખેડૂત દિનેશભાઇ પોતાની વાડીએ વહેલી સવારે જતા તેમણે ત્યાં જોતા બે માંથી એક બળદનું કોઈ વન્ય પ્રાણીએ મારણ કર્યું હોવાનું જણાતાં તેમણે આજુબાજુના ખેડૂતોને સાથે લઈ તપાસ શરૂ કરતા કોઈ જંગલી જનાવરના પગલાં ખેતરમાં જોવા મળતા કમેલેશભાઇએ વન વિભાગના આરએફઓ પરેશભાઈ મોરડીયાને જાણ કરી હતી, આરએફઓ મોરડીયાએ પોતાની ફોરેસ્ટ ટીમના જયાબેન રાઠોડ તેમજ રામભાઈ મકવાણા તરતજ વીરપુરની આહાબા સીમમાં આવી તપાસ શરૂ કરી હતી,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *