વીંછિયામાં 131 ખેડૂતને ટ્રેક્ટર ખરીદી માટે રૂ. 62.25 લાખની સહાય મળશે

જસદણ પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાની ઉપસ્થિતિમાં વીંછિયા તાલુકા પંચાયત કચેરી ખાતે ટ્રેકટર વેરિફિકેશન માટેનો કેમ્પ યોજાયો હતો. જેમાં 131 ખેડૂતો ટ્રેક્ટર ખરીદી માટે રૂ.62.25 લાખની સહાય મળવાપાત્ર થશે. મંત્રીએ આ તકે લાભાર્થી ખેડૂતોને શુભેચ્છા પાઠવી હતી. ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા એ.જી.આર. 50 યોજના હેઠળ ખેડૂતોને ટ્રેકટરની ખરીદી પર સહાય ચૂકવવામાં આવે છે. જેમાં 40 પી.ટી.ઓ. એચ.પી. સુધીના ટ્રેક્ટરમાં રૂ.45,000 અને 40 પી.ટી.ઓ. એચ.પી.થી વધુ ટ્રેકટરમાં રૂ.60,000 સહાય મળવાપાત્ર છે.વીંછિયા તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલા આ કેમ્પમાં 131 ખેડૂતો ટ્રેકટર સાથે હાજર રહ્યા હતા.

તમામ ખરીદી કરેલ ટ્રેક્ટરની વિસ્તરણ અધિકારી (ખેતી) અને ગ્રામસેવકો દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. યોજનાકીય ઠરાવ નિયમ મુજબ 109 ખેડૂતોને રૂ.45 હજાર લેખે રૂ.49 લાખથી વધુ રકમની સહાય અને 22 ખેડૂતોને રૂ.60 હજાર લેખે રૂ.13.20 લાખની સહાય ચૂકવવામાં આવશે. આમ કુલ 131 ખેડૂતોને રૂ.62.25 લાખની સહાય મળવાપાત્ર થશે. આ તકે અગ્રણી દેવરાજભાઈ સહિત મહાનુભાવો, અધિકારીઓ,વિસ્તરણ અધિકારી (ખેતી) હસમુખભાઈ બાવળીયા, ગ્રામ સેવકો તેમજ લાભાર્થી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *