વીંછિયામાં બે દુકાનમાંથી 1.94 લાખની મતાની ચોરી

વીંછિયામાં તસ્કરો બે દુકાનોને નિશાન બનાવી રૂ.1.55 લાખની રોકડ સહિત રૂ.1.94 લાખની મતા ચોરી કરી ગયા હતાં. વીંછિયામાં જસદણ રોડ ઉપર આવેલ મહેશકુમાર વેગડ ની મહાવીર મોટર ગેરેજ તથા સ્પેર પાર્ટની દુકાનના તસ્કરોએ શટર તોડી અંદર પ્રવેશી ટેબલના ખાનામાંથી રોકડા રૂ.1.50 લાખ તથા વેપારના રૂ.5 હજાર મળી કુલ રૂ.1.55 લાખ ચોરી કરી ગયા હતાં.

તેમજ વીંછિયા-જસદણ રોડ ઉપર આવેલા વનરાજભાઈ રોજાસરાની કિશાન મોટર રિવાઇડીંગ નામની દુકાનના તસ્કરોએ શટર તોડી અંદર પ્રવેશી નવો કોપર વાયર કિ.રૂ.30,000 તથા જૂનો કોપર વાયર 25 કિલો કિ.રૂ.9000 મળી કુલ રૂ.39,000 નો સામાન ચોરી કરી ગયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *