વીંછિયાના મોટામાત્રામાં વૃદ્ધ સહિત 5 પર 10 શખ્સનો તલવાર-કુહાડીથી હુમલો

વીંછિયાના મોટામાત્રા ગામની સીમમાં જુની માથાકુટનો ખાર રાખી વૃધ્ધ સહિત 5 ઉપર 10 શખ્સોએ તલવાર-કુહાડીથી હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘવાયેલ પિતા-પુત્રને રાજકોટ ખસેડાયા હતા.

મોટામાત્રા ગામે રહેતા વસ્તુભાઇ ખાચર (ઉ.વ.65) એ આરોપી અશ્વિનભાઈ ખાચર, વનરાજભાઈ ખાચર, મુનાભાઈ ખાચર, કુલદીપભાઈ ખાચર, ભગુભાઇ ખાચર, વિજયભાઈ ખાચર, કાનો ઉર્ફે પ્રવિણભાઈ ધાધલ, મુન્નો ઉર્ફે કિરણભાઇ ધાધલ, પ્રતાપભાઈ ધાધલ તથા સોમલાભાઇ ધાધલ સામે વિંછીયા મથકમાં ફરીયાદ નોંધાવી હતી.

જે ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદી પોતાની વાડીએ હતા ત્યારે કારમાં આવી આરોપીઓ ગેરકાયદેસર મંડળી રચી સમાન ઇરાદો પાર પાડવા આ કામના ફરિયાદી વસ્તુભાઇને અશ્વિનભાઈએ તલવારનો એક ઘા મારી માથામાં ગંભીર ઈજા કરી તેમજ રિવોલ્વર બતાવીને ધમકી દીધી હતી તેમજ ફરિયાદીના ભત્રીજા સાહેદ રાજદીપભાઈને પ્રવિણભાઇ ઉર્ફે કાનાએ તલવારનો ઘા મારી દીધો હતો.

આ ઉપરાંત ફરિયાદીના ભાઇ બહાદુરભાઇને ભગુભાઈ અને પ્રતાપભાઈએ લાકડીથી મુંઢ માર માર્યો હતો.

જયારે ફરિયાદી તથા તેના પુત્ર રણજીતભાઈને સારવાર અર્થે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. કિશોરભાઇને 6 માસ પૂર્વે વીંછિયામાં સામાવાળા અશ્વીનભાઈ સાથે માથાકુટ થઇ હોય તેનો ખાર રાખી અશ્વીનભાઈ સહિતના 10 શખ્સોએ હુમલો કર્યો હતો. આ ફરીયાદ અન્વયે વિંછીયા પોલીસે 10 શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *