રાજકોટ આવેલા AAPના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિસાવદરના આપના પ્રમુખ હરેશ સાવલીયા સામે ખોટી FIR દાખલ કરી હોવાનો આક્ષેપ કર્યો છે. આજે (31 ડિસેમ્બર) જેલમાં બંધ AAPના નેતા પ્રવીણ રામનો જન્મદિવસ હતો, આમ છતાં પણ તેના પરિવારજનોને મળવા દેવાયા નહોતા. ગુજરાતમાં ખેડૂતો માટે લડત ચલાવતા નેતાઓને ભાજપ જેલમાં પુરવાનું કામ કરી રહી હોવાનો ઇટાલિયાએ આક્ષેપ કર્યો હતો, જેથી ફરી એક વખત રાજકારણ ગરમાયુ છે.
જેલમાં માર મારવાનો અને એટ્રોસિટીની ફરિયાદનો આક્ષેપ રાજકોટમાં ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, જુનાગઢ જિલ્લાના વિસાવદરમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશભાઈ સાવલિયા વિરુદ્ધ ખોટી રીતે પોલીસ દ્વારા છેડતીની ખોટી FIR દાખલ કરવામાં આવી. જે બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવતા પોલીસ દ્વારા રિમાન્ડ માંગવામાં આવ્યા. જોકે, કોર્ટે રિમાન્ડ મંજૂર ન કર્યા. ત્યારબાદ હરેશભાઈ સાવલિયાને ગઈકાલે જેલમાં અન્ય કેદીઓ દ્વારા માર મારવામાં આવ્યો અને એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી.
‘ખેડૂતોની લડત ચલાવતા લોકોને જેલમાં મોકવાનું ભાજપનુ આયોજન’ તેમણે જણાવ્યું કે, વિસાવદર AAPના પ્રમુખ ખેડૂતો માટે લડત ચલાવી રહ્યા છે. ગુજરાતમાં ખેડૂતો માટે જે કોઈ પણ લડત ચલાવે તેમને ભાજપ દ્વારા જેલમાં મોકલવાનું આયોજન ગોઠવાયેલું છે. રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ સહિતના નેતાઓ હજુ પણ રાજકોટ જેલમાં છે.