વિસનગરના તરભ ગામે આજે બપોરના 3 વાગે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇકો ગાડી અને તુફાન ગાડી વચ્ચે જોરદાર ટક્કર થતાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. જ્યારે અન્ય છ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેઓને હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વિસનગર તાલુકાના તરભ ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં તરભ ગામે રોડ પર ચાલતી કામગીરીને લઈ ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. જેને લઇ રોડની એક સાઈડમાંથી વાહનો બન્ને બાજુ પસાર થતા હતા. જ્યાં ઊંઝા તરફથી આવી રહેલી ઇકો ગાડી અને વિસનગર તરફથી આવી રહેલી તુફાન ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇકો ગાડીમાં સવાર બે વ્યક્તિઓના મોત નીપજ્યાં હતા. જ્યારે છને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ આવી પહોંચી હતી અને હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
વિસનગરના તરભ ગામ નજીક ઇકો ગાડીમાં ઊંઝાથી લોકિક ક્રિયા કરી પરત આવી રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં લોકિક ક્રિયા કરી પરત ઇકો ગાડી લઈ વિસનગર જઈ રહ્યા હતા, તે દરમિયાન તરભ ગામ નજીક વિસનગરથી આવી રહેલી તુફાન ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માત સર્જાતા ઇકો ગાડીમાં સવાર કંસારા ગજેન્દ્ર કાંતિલાલ અને કંસારા રાજુભાઈ રસિકભાઈ બન્નેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે છ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે નૂતન જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં આ મામલે પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જેમાં અકસ્માત સર્જાતા રોડ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે મૃતકોના પરિવારમાં શોક પ્રસરી ગયો હતો.