વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસે મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓએ મનો નાટકોની પ્રસ્તુતિ કરી, પોસ્ટર પ્રદર્શન કર્યુ

વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસને અનુલક્ષીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા પોસ્ટર પ્રદર્શન દ્વારા લોકોને જાગૃતિ આપવામાં આવી હતી તો અલગ અલગ 10 સ્થળોએ 45 વિદ્યાર્થીઓ દ્વારા મનોનાટક ભજવવામાં આવ્યું હતું. મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓએ રાજકોટનાં વિવિધ વિસ્તારોમાં જઈને પોસ્ટર પ્રદર્શન કર્યુ હતુ. જેમાં ઈન્દિરા સકૅલ, આકાશવાણી, કોટેચા ચોક, યુનિવર્સિટી, જે.કે. ચોક, ત્રિકોણબાગ, પંચાયત ચોક, કે.કે.વી., બસ સ્ટેશન, બી.ટી.સવાણી, નાગરિક બેંક ચોક, આંબેડકર ચોક, ક્રિસ્ટલ મોલ, રૈયા ચોકડી, નાનામવા ચોક, ભક્તિનગર સર્કલ, જિલ્લા પંચાયત ચોક અને લીમડા ચોકનો સમાવેશ થાય છે. પોસ્ટરમાં માનસિક સ્વાસ્થ્યમાં પુનઃપ્રાપ્તિ શક્ય છે અને તે મદદ મેળવવાથી શરૂ થાય છે. તમે જીવન પ્રત્યે સકારાત્મક માનસિકતા અને દ્રષ્ટિકોણ બનાવવા માટે સક્ષમ છો, તમારા માનસિક સ્વાસ્થ્યની કાળજી લેવી એ સ્વ-પ્રેમનું કાયૅ છે વગેરે માનસિક સ્વાસ્થ્યને લગતા સૂત્રોના વિષય રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત 50 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા મનો નાટક રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ડૉ. સુભાષ મહિલા આહિર કોલેજ – પરાપીપળીયા, સરસ્વતી સ્કૂલ – ભક્તિનગર, નર્સિંગ કોલેજ – સિવિલ હોસ્પિટલમાં તથા અન્ય 10 જગ્યાઓએ જઈને મનો નાટકની રજૂઆત કરીને માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ ફેલાવી. મનોનાટકના વિષયો માનસિક સ્વાસ્થ્ય બગડવાના કારણો અને તેને સુધારવાના ઉપાયો જેવી બાબતો અંગેના નાટકો હતા. તેમાં મનો નાટકનો સમય 7 મિનિટનો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *