વિશ્વ નેત્રદાન દિવસ

આજે વિશ્વ નેત્રદાન દિવસ છે. આ દિવસ નેત્રદાનના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને લોકોને મૃત્યુ પછી તેમની આંખોનું દાન કરવાની પ્રતિજ્ઞા લેવા પ્રેરિત કરવામાં આવે છે. આજે વિશ્વ ભૂગર્ભ જળ દિવસ છે.

વિશ્વ નેત્રદાન દિવસ (World Eye Donation Day) દર વર્ષે 10 જૂનના રોજ ઉજવાય છે. તે નેત્રદાનના મહત્વને સમજવા અને લોકોને નેત્ર દાન માટે પ્રેરિત કરવા માટે ઉજવવામાં આવે છે. વિશ્વ નેત્રદાન દિવસનો ઉદ્દેશ નેત્રદાનના મહત્વ વિશે જનજાગૃતિ કેળવવાનો અને લોકોને મૃત્યુ પછી તેમની આંખોનું દાન કરવાની પ્રતિજ્ઞા લેવા પ્રેરિત કરવાનો છે. વિકાસશીલ દેશોમાં અંધત્વ એ મુખ્ય જન આરોગ્ય સમસ્યાઓ પૈકીની એક છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, મોતિયા અને ગ્લુકોમા પછી, કોર્નિયાના રોગો (કોર્નિયાને નુકસાન, જે આંખનું આગળનું સ્તર છે) દ્રષ્ટિની ખોટ અને અંધત્વના મુખ્ય કારણો પૈકીનું એક છે.

વિશ્વ ભૂગર્ભ જળ દિવસ દર વર્ષે 10 જૂને ઉજવાય છે. ભૂગર્ભ જળના મહત્વ, જરૂરિયાત અને સંરક્ષણ અંગે લોકોમાં જાગૃતિ લાવવા દર વર્ષે 10મી જૂને “વિશ્વ ભૂગર્ભ જળ દિવસ” ઉજવવામાં આવે છે. તેનો હેતુ વિશ્વના તમામ દેશોમાં સ્વચ્છ અને સલામત પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો છે, તેમજ જળ સંરક્ષણના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. વર્ષ 1992માં બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં ‘યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન એન્વાયર્નમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ’ યોજાઈ હતી. આ દિવસે દર વર્ષે 22 માર્ચે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 1993માં પ્રથમ જળ દિવસ 22 માર્ચે ઉજવવામાં આવ્યો. ત્યારથી આ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે. આ વર્ષના વિશ્વ જળ દિવસ 2023 ની થીમ – Accelerating the change to solve the water and sanitation crisis – એટલે કે પાણી અને સ્વચ્છતાના સંકટને દૂર કરવા માટે ઝડપી ગતિએ ફેરફારો કરવા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *