સૌરાષ્ટ્ર ચોથી વખત વિજય હઝારે ટ્રોફીની ફાઈનલમાં પહોંચી ગયું છે. ટીમે શુક્રવારે બીજી સેમિફાઇનલ મેચમાં પંજાબને 9 વિકેટે હરાવ્યું. હાર્વિક દેસાઈની આગેવાની હેઠળની ટીમે 292 રનનો ટાર્ગેટ 39.3 ઓવરમાં એક વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો.
પંજાબે BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ મેદાન પર ટૉસ હારતા પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 291 રન બનાવ્યા. સૌરાષ્ટ્ર તરફથી વિશ્વરાજ જાડેજાએ 127 બોલમાં અણનમ 165 રનની ઇનિંગ રમી. તેની ઇનિંગમાં 18 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. પ્રેરક માંકડ અણનમ 52 અને કેપ્ટન હાર્વિક દેસાઈએ 64 રન બનાવ્યા.
ટાઇટલ મેચમાં સૌરાષ્ટ્રનો મુકાબલો ગયા વર્ષની રનરઅપ વિદર્ભની ટીમ સાથે થશે. આ મેચ 18 જાન્યુઆરીએ બપોરે 1:30 વાગ્યાથી BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ મેદાન પર રમાશે.