વિરાણી હાઈસ્કૂલ વિવાદમાં ઘેરાઈ

રાજકોટ શહેરની મધ્યમાં ટાગોર રોડ પર આવેલ વિવિધલક્ષી વિરાણી હાઈસ્કૂલ છેલ્લા વર્ષોમાં વિવાદમાં ઘેરાઈ છે, જિલ્લા કલેક્ટર દ્વારા ફાળવવામાં આવેલ શાળાના મેદાનમાં વાણિજ્ય પ્રવૃત્તિ ઉપરાંત જમીનના સત્તાપ્રકારને લઈ હાલમાં હાઇકોર્ટમાં કાનૂની વિવાદ ચાલી રહ્યો છે

ત્યારે કુલ રૂ.1000 કરોડની કિંમતની ગણાતી વિરાણી હાઈસ્કૂલ સંકુલનું રૂ.150 કરોડથી વધુ કિંમતનું મેદાન રૂ.51.51 કરોડમાં વેચી નાખવાની હિલચાલ થતા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી આગેવાન દ્વારા આગામી તા.27ને શનિવારે શહેરની રાષ્ટ્રીય શાળા ખાતેથી વિરાણી હાઈસ્કૂલ મેદાન બચાવો આંદોલન સમિતિ દ્વારા મહાસંમેલનનું આયોજન કરાયું છે.

જેમાં વિરાણી હાઈસ્કૂલમાં ભણીને રાજકોટ ઉપરાંત દેશ-વિદેશમાં સ્થાયી થયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની ઓનલાઇન તેમજ ફિઝિકલ હાજરી વચ્ચે એક તાંતણે બાંધી લડતનું રણશિંગું ફૂંકવામાં આવશે.

રાજકોટની શૈક્ષણિક વિરાસત સમાન વિરાણી હાઈસ્કૂલના ટ્રસ્ટીઓ દ્વારા શહેરની મધ્યમાં આવેલ સોનાની લગડી જેવી જમીન વેચાણ કરવાની હિલચાલ શરૂ કરતાં શાળાના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી પુરુષોત્તમ પીપરિયા દ્વારા વર્ષ 2019થી ન્યાયિક લડત ચલાવવામાં આવી રહી છે જેમાં આગામી તા.27ને શનિવારે શહેરની રાષ્ટ્રીય શાળા ખાતે સાંજે 5 વાગ્યે વિરાણી મેદાન બચાવો સમિતિના નેજા હેઠળ મહાસંમેલનનું આયોજન કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *