વિરાણી હાઈસ્કૂલની જમીનનો કોમર્સિયલ ઉપયોગ થયો હતો

રાજકોટ શહેરના ટાગોર રોડ પર આવેલી વિરાણી હાઈસ્કૂલને કલેક્ટર તંત્ર દ્વારા વર્ષો પહેલાં શૈક્ષણિક હેતુ માટે ફાળવેલી જમીનનો ઉપયોગ ફૂડ ઝોન, બોક્સ ક્રિકેટ અને કોમર્સિયલ ઉપયોગ માટે થયો હોવાનો રિપોર્ટ પશ્ચિમ મામલતદારે કર્યો છે. શૈક્ષણિક હેતુ માટે ફાળવેલી જમીનનો ઉપયોગ કોમર્સિયલ માટે થતું હોવાનું ખૂલતા રેવન્યુ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને કાર્યવાહી શરૂ કરી છે.

વિરાણી હાઈસ્કૂલની જમીનનો ઉપયોગ કોમર્સિયલ માટે થતો હોવાનું ધ્યાને આવતા પશ્ચિમ મામલતદારને તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.જે અંગે તપાસ કરીને પશ્ચિમ મામલતદારે વિરાણી હાઈસ્કૂલની જમીનમાં શરતભંગ થતો હોવાનો સિટી પ્રાંત-1 અધિકારીને સોંપ્યો હતો અને સિટી પ્રાંત-1 અધિકારી દ્વારા આ અંગેનો રિપોર્ટ હવે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીને સોંપવામાં આવનાર હોવાની વિગતો મળી રહી છે. તાજેતરમાં સિટી પ્રાંત-1 અધિકારી ડો.ચાંદની પરમારે આ સંસ્થાના ટ્રસ્ટીઓને લપડાક આપતો ચુકાદો આપ્યો હતો.જેમાં આ સંસ્થાની કરોડો રૂપિયાની કિંમતની જમીનનું વેચાણ સરકારની મંજૂરી વગર નહીં કરવાનો હુકમ ફરમાવવામાં આવ્યો હતો. તેમજ આ જમીન ભાડે આપવા પર કે તેના પર ભાડે આપી નફો મેળવવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો.આ ચુકાદા સામે નારાજ પક્ષકારો આ સમયે 60 દિવસમાં કલેક્ટર સમક્ષ રિવિઝન અરજી કરી શકશે તેમ પણ જણાવવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *