‘કોમર્સ બઝ’ – યંગ માઈન્ડસ, બિગ આઈડિયા થીમ સાથે ઈવેન્ટનું આયોજન ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં કરાયું છે. જેમાં રાજકોટ અને સૌરાષ્ટ્રની સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓને એક જ છત નીચે વેપાર, ઉત્પાદન, સેવા ક્ષેત્ર તથા કારકિર્દી અંગેનું માર્ગદર્શન મળશે. 200થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલા 70થી વધુ વિવિધ વિષયોની માહિતી આપતા સ્ટોલ આકર્ષકનું કેન્દ્ર બન્યા હતા.
બઝ બ્રોડકાસ્ટ, વોકલ ટુ લોકલ, પોર્ટેટ મેકિંગ અને બ્રાન્ડ કોર્પ કોમ્પિટિશન, મોડેલ ઓફ યુનાઈટેડ નેશન, મોડેલ ઓફ યંગ પાર્લામેન્ટ, ક્વિઝ જેવા કાર્યક્રમોમાં 1000થી વધારે વિદ્યાર્થીઓ માટે લાભાન્વિત થશે. આ ઈવેન્ટમાં ધોરણ 6થી 9ના વિદ્યાર્થીઓએ તેમના વયજૂથ મુજબ મોડેલ ઓફ યુનાઈટેડ નેશનમાં ભાગ લીધો હતો. તા. 22મીએ બપોરે 12 થી 1:30 દરમિયાન બ્રાન્ડ કોર્પ સ્પર્ધાનું આયોજન થશે.