વિદેશી બેંકમાંથી લોન અપાવી દેવાની લાલચ આપી વેપારી સાથે 1.29 કરોડની છેતરપિંડી

જામનગરના વેપારીને વિદેશમાં લોન અપાવી દેવાની લાલચ આપી ચંડીગઢના શખ્સે રૂ.1.29 કરોડની છેતરપિંડી કર્યાની ફરિયાદ કરતા સીઆઇડી ક્રાઇમે ગુનો નોંધી આરોપીને પકડી લેવા મથામણ કરી હતી.જામનગર જિલ્લાના કનસુમરા ગામે રહેતા અને જામનગરમાં એમ.કે. એન્ટરપ્રાઇઝ નામે ધંધો કરતા ઇકબાલભાઇ હારૂનભાઇ ખીરાએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે ચંદીગઢના ઝીકરાપુર ગામે રહેતો સવી રાજેન્દ્ર કુમાર વર્માનું નામ આપ્યું હતું.

ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને ધંધા માટે પૈસાની જરૂર હોય સને 2023માં તેને મિત્ર લાખાબાવળ ગામના અલ્તાફને વાત કરી હતી. જેથી તેને તેના પરિચિત ચંદીગઢ રહેતા સવી વર્માનું નામ આપ્યું હતું અને તેને તેના મિત્ર મુકેશ પટેલ દ્વારા ઓળખ થઇ હોવાનું જણાવ્યું હતું. બાદમાં તે ચંદીગઢ ગયા હતા અને અને મુકેશભાઇના ઘેર રોકાયા હતા. બાદમાં સવી વર્માની ઓફિસે ગયા હતા. દરમિયાન સવી વર્માએ તેની ઓફિસે આવતા તેને પૈસાની વાત કરી હતી. જેમાં તેને યુ.કે. ખાતેની બેંકમાંથી 8 કરોડની લોન કરાવી દઇશ જેમાં તમારે કાર્યવાહી કરવાના એડવાન્સ 10 ટકા અને લોન મંજૂર થયા બાદ 20 ટકા આપવાના રહેશે તેમ કહ્યું હતું. ત્યાર બાદ ત્યાં હોટેલમાં રોકાયા હતો અને સવારે તેને લોન કરાવી દેવાની વાત કરી અને તેના મિત્ર અને ભાગીદાર અમદાવાદના કેતનપરી ગોસ્વામીને વાત કરી હતી અને પૈસાની જરૂર પડે તો આપવાની પણ વાત કરી હતી.

બાદમાં તેના મિત્ર પાસેથી એક લાખ મગાવ્યા હતા. બાદમાં સવી વર્માને આપ્યા હતા અને તમારે ચાર પાંચ દિવસ રોકાવું પડશે તેમ સવી વર્માએ કહેતા રોકાયા હતા.બાદમાં સવી વર્માએ વધુ 25 લાખની માંગ કરી હતી. જે આંગડિયા મારફતે મગાવી આપ્યા હતા અને પરત હોટેલે ગયા હતા. બાદમાં તેના મિત્ર મુકેશ પટેલ પરત જતા રહ્યા હતા અને તેઓ સવી વર્માની ઓફિસે ગયા હતા. ત્યાં ફરી તેને 65 લાખની માંગ કરી હતી. જેથી તેને તેના અમદાવાદ રહેતા મિત્ર કેતનભાઇ ગોસ્વામી પાસેથી રૂ.20 લાખ, 25 લાખ, 45 લાખ આંગડિયા મારફતે ચંદીગઢ મગાવ્યા હતા અને સવી વર્માને આપ્યા઼ હતા ત્યારે તેમના પત્ની પણ હાજર હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *