વિદેશીઓને તો સુકલકડી મહાત્માએ દરિયાપાર કર્યા

જૂનાગઢના રૂપાયતન રોડ સ્થિત ગિરનાર દર્શન યાત્રિક ભવનમાં જૈનાચાર્ય આજીવન આયંબિલ તપનાં આરાધક હેમવલ્લભસૂરિજી અને પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજીની પાવન નિશ્રામાં વિવિધતા સભર વિષયો ઉપર વિચાર વલોણું ચાલી રહ્યું છે. આ પાવન અવસરે પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજીએ જણાવ્યું હતું કે, પૂર્વની જીવનશેલી ઘર-ઘરમાંથી નષ્ટપ્રાયઃ થવા લાગી છે અને પશ્ચિમી જીવનશૈલી ઘર-ઘરમાં ઘૂસી ચૂકી છે. છેલ્લા પચીસ વર્ષમાં મસમોટું પરિવર્તન આવ્યું છે. સંયુક્ત કુટુંબ પડી ભાંગ્યું છે અને વિભક્ત કુટુંબમાં સ્વચ્છન્દતા પરાકાષ્ઠાએ પહોંચી છે. વેશ પરિવર્તનમાં તો એટલો બદલાવ આવ્યો છે કે જેનાં કારણે બુઝર્ગોએ નયનો નીચે ઢાળી દેવા પડે તેવી પરિસ્થિતિ પલટાઈ છે.

ઓછાં વસ્ત્રો અને આછા વસ્ત્રોનું વાવઝોડું ત્રાટકયું છે. હવે નારી શીલ, સદાચાર નામના ગુણોનો અગ્નિ સંસ્કાર કરી રહી હોય તેવી સ્પષ્ટ પ્રતીતિ થઈ રહી છે.આ બધું ક્યાં જઇને અટકશે તે તો ખબર નથી, પરંતુ આપણે જાગૃત થવું પડશે તેમાં કોઇ મીનમેખ નહીં ચાલે. પૂર્વની જીવન શૈલી ક્યાંય વિસરાઇ ગઇ છે અને પશ્ચિમી જીવનશૈલીએ ઘર ઘરમાં દાટ વાળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *