વિજય દેવરકોંડાએ રશ્મિકા સાથે સગાઈની પુષ્ટિ કરી!

સાઉથ સ્ટાર વિજય દેવેરાકોંડા અને રશ્મિકા મંદાનાએ સગાઈ કરી લીધી હોવાનું ચર્ચાની એરણે ચઢ્યું છે. હજુ સુધી બંનેએ કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. તેવામાં એક વીડિયો સામે આવ્યો છે, જેમાં વિજય એન્ગેજમેન્ટ રિંગ પહેરેલો જોવા મળી રહ્યો છે. વિજયે સગાઈની પુષ્ટી કરી હોવાનું સોશિયલ મીડિયા યુઝર્સમાં ચર્ચાઈ રહ્યું છે.

વાસ્તવમાં, વિજય દેવરકોંડાની ટીમે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં એક્ટર પોતાના પરિવાર સાથે પુટ્ટપર્થીમાં શ્રીસત્ય સાંઈ બાબાના મહા સમાધિ સ્થળની મુલાકાત લેતા જોવા મળે છે.

આ વીડિયોમાં વિજય તેના ભાઈ અને એક્ટર આનંદ દેવરકોંડા, પિતા ગોવર્ધન રાવ અને માતા માધવી સાથે જોવા મળી રહ્યો છે. પુટ્ટપર્થી પ્રશાસને તેનું ફૂલોના ગુલદસ્તા અને શ્રીસત્ય સાંઈ બાબાના ચિત્ર સાથે સ્વાગત કર્યું. વિજયની આંગળી પર એક વીંટી દેખાતી હતી, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું.

હવે, આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ તેના પર ઉત્સાહપૂર્વક કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક વ્યક્તિએ વીંટીનો ફોટો પોસ્ટ કર્યો અને લખ્યું, ‘તમે બધાએ કહ્યું કે, તે નકલી છે. મારા ભાઈએ પોતે વીંટી બતાવીને પુરાવો આપ્યો છે.’ બીજાએ લખ્યું, ‘મારા પ્રેમની આખરે સગાઈ થઈ ગઈ છે. તે વીંટી બધું કહી રહી છે, સાચી ખુશી અને પ્રેમ.’

શનિવારે એવો દાવો કરવામાં આવ્યો હતો કે, રશ્મિકા મંદાના અને વિજય દેવેરાકોંડાએ સગાઈ કરી લીધી છે. ‘M9 ન્યૂઝ’ના એક અહેવાલ મુજબ, આ સગાઈ એક ખાનગી સમારોહમાં થઈ હતી, જેમાં બંને પરિવારો અને કેટલાક નજીકના મિત્રો હાજર રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *