વાહનો માટે ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઓનલાઈન રી-ઓકશન શરૂ કરાશે

પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા મોટરકાર વાહનો માટે GJ-03-NP સીરીઝનું રી-ઓકશન તા. 3 જુલાઈથી શરૂ કરાશે. આ સિરીઝ તેમજ અગાઉની સિરીઝના બાકી રહેતા ગોલ્ડન-સિલ્વર નંબર મેળવવા ઇચ્છુકે ઓનલાઈન http://parivahan.gov.in/fancy પર તેમના વાહનનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રી-ઓકશનમાં ગોલ્ડન-સીલ્વર નંબર મેળવવા માટે તા.3 જુલાઈના સાંજે 4 કલાકથી તા. 6 જુલાઈના સાંજે 4 વાગ્યા સુધી ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે. તા. 6 જુલાઈના 4 વાગ્યાથી તા.8 જુલાઈના સાંજે 4 કલાક સુધી ઓનલાઈન ઓકશન ચાલુ રહેશે. બિડીંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા.8 જુલાઈ ના સાંજે 4: 15 કલાકે પરિણામ ઓનલાઈન જાહેર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *