અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત ‘શક્તિ’ અંગે હવામાન વિભાગે આગાહી કરતા જણાવયું કે, 6 ઓક્ટોબરે ગુજરાત તરફ શક્તિ વાવાઝોડું યુ-ટર્ન લેશે. ગુજરાત તરફ ફંટાયા બાદ વાવાઝોડું ધીમું પડવાની શક્યતા છે. આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ કેટલાક ભાગોમાં હળવા ઝાપટા પડી શકે છે. 8 ઓકટોબરે દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, નવસારી અને વલસાડમાં મધ્યમથી ભારે વરસાદની શકયતા છે. અમદાવાદમાં છુટાછવાયા સ્થળે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી પાંચ દિવસ બાદ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.
હવામાનની આગાહી પ્રમાણે આજે હિંમતનગરમાં પોશીનામાં અને મહીસાગર જિલ્લાના ખાનપુર અને કડાણામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. વરસાદી ઝાપટા પડતા રોડ પર પાણી વહેતાં થયાં હતાં.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, LCS-3 ઉત્તરમાં અને DW2 દક્ષિણ ગુજરાતના દરિયા માટે સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ‘શક્તિ’ વાવાઝોડું અરબ સાગરમાં સક્રિય થયું હોવાનું જણાવ્યું હતું. આ શક્તિ વાવાઝોડું ત્રણ કલાકની પ્રતિઝડપે આગળ વધી રહ્યું છે. હાલમાં વાવાઝોડું પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને આવતીકાલથી તે ધીમું પડશે.
શક્તિ વાવાઝોડાની ગુજરાત પર નહિવત્ અસર જોવા મળશે. જોકે, માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. વાવાઝોડું 6 ઓક્ટોબરે ગુજરાત તરફ યુ-ટર્ન લેશે. જોકે ગુજરાત વાસીઓને ડરવાની જરૂર નથી. દરિયાકાંઠે 40થી 55 કિલોમીટરની ઝડપે પવન કુકશે.