વિસનગર તાલુકાના તરભ શિવધામ ખાતે આજે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો છેલ્લો દિવસ છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં સુવર્ણ શિખરની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના છઠ્ઠા દિવસે રાત્રે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકડાયરામાં મહંત જયરામગિરિ બાપુ પર ડોલરનો વરસાદ ભક્તોએ કર્યો હતો. ભવ્ય લોકડાયરામાં સુપ્રસિદ્ધ કલાકાર કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહીર, ગમન સાંથલ સહિતે જમાવટ કરી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
સમગ્ર દેશનું આસ્થાનુ કેન્દ્ર તરભ શિવધામ ખાતે સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યકમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપી હતી. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના છઠ્ઠા દિવસે કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહીર અને ગમન સાંથલે લોકડાયરાની જમાવટ કરી હતી. જેમાં ભગવાન શિવ અને રામનાં ગીતોથી શ્રોતાઓને ડોલાવ્યા હતા.
લોકડાયરામાં ભાવિક ભક્તોએ વાળીનાથ ધામના મહંત જયરામગિરિ બાપુ પર ડોલરનો વરસાદ કર્યો હતો. સાથે સાથે કીર્તિદાન ગઢવી, ગમન સાંથલ અને માયાભાઈ આહીર પર રૂપિયાનો વરસાદ કર્યો હતો. કીર્તિદાન ગઢવીએ આગવી શૈલીમાં શિવનાં ગીતોથી ભક્તોને ડોલાવ્યા હતા.