સમસ્ત મહાજન તથા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ- એનિમલ હેલ્પલાઇનના સંયુક્ત ઉપક્રમે વલ્ડૅ ઝૂનોસિસ-ડે નિમિત્તે આજે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના પશુ-પક્ષીઓ માટેના મેગા, નિ:શુલ્ક, સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ, ચર્મ ચિકિત્સા-દંત ચિકિત્સા તેમજ આંખના રોગોના સારવાર કેમ્પ યોજાશે. જેમાં શ્વાનોના વિનામૂલ્યે હડકવાનું રસીકરણ, કૃમિનાશક તેમજ અન્ય સારવારના કેમ્પનું આયોજન કરાયું છે. આ કેમ્પ આજે સવારે 9 થી બપોરના 1 વાગ્યા સુધી અર્હમ વેટરનરી ક્લિનિક પાસે, કેન્સર હોસ્પિટલની સામે, હનુમાન મઢી પાસે, તિરૂપતિનગર-1 ખાતે યોજાશે.
આ કેમ્પમાં પશુ-પક્ષીઓથી મનુષ્યોને તથા મનુષ્યોથી પશુ પક્ષીઓને ફેલાતા રોગોના નિરાકરણ અંગે જનજાગૃતિ તેમજ મેડિકલ માર્ગદર્શન આપવામાં આવશે. કેમ્પમાં આવેલા તમામ પશુ-પક્ષીઓને જનરલ હેલ્થ ચેકઅપ(ફુલ બોડી), સર્વરોગોની જનરલ સારવાર, મેજર ઓપરેશન ઉપરાંત અન્ય સારવાર પણ કરી આપવામાં આવશે. જીવદયાના આ કેમ્પમાં આશરે 20 નિષ્ણાત તબીબો પોતાની સેવા આપશે.
ઉલ્લેખનિય છે કે, સમસ્ત મહાજન અને કરૂણા ફાઉન્ડેશન દ્વારા સમયાંતરે શહેરમાં વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવે છે.