ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે એશિયા કપ 2025માં પોતાનો વિજયી અભિયાન ચાલુ રાખ્યો છે. શુક્રવારે અબુધાબીમાં ભારતીય ટીમે ઓમાનને 21 રનથી હરાવ્યું. ભલે આ મેચ ભારતીય ટીમ જીતી ગઈ હોય, પરંતુ ઓમાને દર્શકોનું દિલ જીતી લીધા.
ઓમાનની ટીમે વર્લ્ડ ચેમ્પિયન સામે પૂરી 40 ઓવર સુધી સંઘર્ષ કર્યો. આ મેચમાં ભારતીય ટીમને 10 બેટર્સને મેદાનમાં ઉતારવા પડ્યા, જ્યારે 8 ખેલાડીઓને બોલિંગમાં લગાવવા પડ્યા. તેમ છતાં, ભારતીય ટીમ ઓમાનની માત્ર 4 વિકેટ જ પાડી શકી.
ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા, ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા. જવાબમાં ઓમાનની ટીમ 167 રન જ બનાવી શકી. ઓમાન તરફથી આમિર કલીમ (64 રન) અને હમાદ મિર્ઝા (51 રન)એ ફિફ્ટી ફટકારી. ભારત માટે કુલદીપ યાદવ અને હર્ષિત રાણાને એક-એક વિકેટ મળી. ભારત તરફથી સંજુ સેમસન (56 રન)એ અડધી સદી ફટકારી. ઓમાન તરફથી ફૈઝલ શાહ, જીતેન રામાનંદી અને આમિર કલીમને 2-2 વિકેટ મળી.