પહેલીવાર વુમન્સ વનડે વર્લ્ડ કપ જીતનારી ભારતીય મહિલા ટીમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. ટીમની ખેલાડીઓએ પીએમ મોદીને ખાસ જર્સી ભેટ આપી, જેમાં બધી ખેલાડીઓએ સાઇન કર્યા હતા.
ભારતીય ટીમની સાથે BCCI પ્રેસિડેન્ટ મિથુન મન્હાસ અને કોચ અમોલ મજૂમદાર પણ હાજર હતા. બાંગ્લાદેશની વિરુદ્ધ ઈજાગ્રસ્ત ચોટિલ થનારી પ્રતિકા રાવલ વ્હીલચેર પર દેખાઈ હતી.
ભારતીય ટીમે 2 નવેમ્બરના રોજ ડીવાય પાટીલ સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકાને 52 રનથી હરાવીને વુમન્સ વર્લ્ડ કપ જીત્યો હતો.