વર્લ્ડ કપ બહિષ્કારથી બાંગ્લાદેશને કરોડોનું નુકસાન થશે

BCCIને ક્યારેક મોટા ભાઈ સમાન માનનાર બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે હવે ભારતમાં જ રમવાની ના પાડી દીધી છે. જ્યારે પાકિસ્તાન પણ કહી રહ્યું છે કે અમે બાંગ્લાદેશનો સાથ આપીશું. ભારત-શ્રીલંકાની યજમાનીમાં યોજાનાર T20 વર્લ્ડ કપ શરૂ થવામાં માત્ર 2 અઠવાડિયા બાકી છે.

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ એટલે કે BCBએ સુરક્ષાનો હવાલો આપતા ભારતમાં ન રમવાનો નિર્ણય કર્યો છે. BCB ઇચ્છતું હતું કે તેમની T20 વર્લ્ડ કપ મેચ શ્રીલંકામાં થાય, પરંતુ ICCએ તેનો ઇનકાર કરી દીધો.

બાંગ્લાદેશના સ્પોર્ટ્સ એડવાઈઝર આસિફ નઝરુલે કહ્યું, ‘અમે વર્લ્ડ કપ રમવા માંગીએ છીએ, પરંતુ ભારતમાં અમારા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફની સુરક્ષાને લઈને ચિંતા છે.’

IPL ટીમ KKRએ બાંગ્લાદેશી પેસર મુસ્તફિઝુર રહેમાનને 9.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો, પરંતુ ભારતમાં તેનો વિરોધ થવા લાગ્યો. BCCIએ KKRને તેને રિલીઝ કરવા કહ્યું. 3 જાન્યુઆરીએ KKRએ તેમ કર્યું. BCBએ તેને અપમાન માન્યું અને IPLના ટેલિકાસ્ટ પર પ્રતિબંધ મૂક્યો. અહીંથી જ આ વિવાદ શરૂ થયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *