વર્ધમાન સોસાયટીમાં ચોથા માળે રહેતી મહિલા નીચે પટકાતા મોત નીપજ્યું

રાજકોટ SRP કેમ્પની સામે આવેલી વર્ધમાન સોસાયટી પ્રભુ હાઈટસની બાજુમાં ક્રિષ્નમ હાઈટસમાં રહેતી 22 વર્ષીય સંગીતા બેબીપ્રસાદ જોલટ ગઈકાલે રાત્રે પોતાના ચોથા માળે આવેલા ફ્લેટ પર હતી, ત્યારે ત્યાંથી કોઈ કારણોસર નીચે પટકાતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ પતિએ 108ને કરતા દોડી આવેલી 108ની ટીમે પરણીતાને તપાસી મૃત જાહેર કરી યુનિવર્સિટી પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી હતી. મૃતક અને તેના પતિ મૂળ બિહારના વતની છે અને તેણીના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા છે. તેણીનો પતિ મજુરી કામ કરે છે. ગઈકાલે રાત્રે તેણીનો પતિ ઘરે મચ્છી આપી બહાર ગયો બાદ ઘટના ઘટી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. બનાવ આકસ્મિક બન્યો કે આપઘાત છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *