વરસાદમાં બંધ સ્ટ્રીટ લાઈટો શરૂ કરાવી વાહવાહી મેળવતા મનપાના પદાધિકારીઓ ​​​​​​​

રાજકોટ શહેરમાં ગત તા.24 ઓગષ્ટથી સતત 1 અઠવાડીયા સુધી વરસાદી માહોલને કારણે શહેરમાં અલગ અલગ વોર્ડ વિસ્તારમાં સ્ટ્રીટલાઇટ બંધ હોવા અંગે નાગરિકો દ્વારા ફરીયાદો આવી હતી. શહેરનાં મુખ્ય વિસ્તાર જેવા કે અંબીકા ટાઉનશીપ, મવડી વિસ્તાર, રૈયા, કોઠારીયા, રેલનગર, વાવડી, ઘંટેશ્વર, મુંજકા, મોટામવા તથા આસપાસનાં વિસ્તારમાં પીજીવીસીએલ લગત ફોલ્ટ માટે જરૂરી સંકલન કરી ફરીયાદ નિવારણ અંગે સંયુકત રીતે કામગીરી હાથ ધરવામાં આવેલ. જે અનુસંધાને મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા સહીતની સુચનાથી રોશની વિભાગ દ્વારા સ્ટ્રીટલાઇટ સબંધી ફરીયાદોના ત્વરીત યોગ્ય નિરાકરણ માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ.જેમાં બાંધકામ શાખાની સાથે રહી કામગીરી કરવામાં આવેલ. આ કામગીરી માટે રોશની શાખાનાં તમામ અધીકારીઓ તથા કર્મચારીઓ દ્વારા મોડી રાત્રી સુધી ચાલુ વરસાદે કામગીરી હાથ ધરવામાં આવેલ તેમજ શહેરમાં ભયજનક વૃક્ષો/બીલ્ડીંગો માટે ગાર્ડન શાખા/રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની સ્ટ્રીટલાઇટ રીપેરીંગ માટે લગત એજન્સી તથા તેઓની ટીમ સાથે સંકલન રાખી છુટક બંધ લાઇટો તાત્કાલિક ચાલુ કરવા સુચનાં આપવામાં આવેલ. જે અનુસંધાને આવેલ ફરીયાદો પૈકી મહતમ ફરીયાદોનો નિકાલ કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *