વરસાદને લીધે વીજ પુરવઠો ખોરવાયો

વરસાદને કારણે પીજીવીસીએલ હેઠળ આવતા રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં વીજ પોલ ડેમેજ થવા સહિતની ઘટનાઓ સામે આવી છે. આ સાથે જ અમૂક ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાની ઘટનાઓ બની છે. 107 વીજ પોલ ડેમેજ થયા છે તો 11 ગામોમાં વીજ પુરવઠો બંધ થઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. આ સાથે જ અમૂક ટીસી પણ ડેમેજ થઈ ગયા હતા. વરસાદ વચ્ચે રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આવતાં તાલુકાઓમાં વીજ પુરવઠો બંધ થઈ જવાની સમસ્યા સામે આવી હતી.

PGVCL દ્વારા આપવામા આવેલી વિગતો મુજબ, વરસાદને કારણે 59 ફીડર બંધ થઈ ગયા હતા. જ્યારે 11 ગામડાઓમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો. આ ઉપરાંત 107 પોલ ડેમેજ થઈ જતાં વીજ પુરવઠો રિસ્ટોર કરવાની કામગીરી શરૂ કરવામા આવી હતી. ઉપરાંત 12 ટીસી ડેમેજ થઈ ગયા હતા. જેને રીપેરીંગની કામગીરી કરવામા આવી હતી. વીજ પુરવઠો બંધ થઈ જતાં લોકોએ મુશ્કેલી ભોગવી હતી. અંધારામાં કલાકો સુધી લોકોએ બફારાનો સામનો કર્યો હતો અને તેને કારણે PGVCL માં વીજ પુરવઠો ખોરવાઇ જવાની ફરિયાદોના કોલ રણકતા રહ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *