વડોદરામાં બિલ્ડરે નાણા લીધા બાદ મકાન-દુકાનનું પઝેશન નહીં આપતા 150 જેટલા લોકોએ પોલીસ સ્ટેશન બહાર હોબાળો

વડોદરા શહેરમાં કિશન એમ્બ્રોશિઆ નામની કંન્સક્શન સાઇટ ચલાવતા બિલ્ડર ભીખુ કોરીયાએ નાણા લીધા બાદ મકાન અને દુકાનના પઝેશન નહીં આપતા 150 જેટલા લોકોએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો. લોકોએ 6 વર્ષથી નાણા ભર્યા છે તેમ છતાં મકાન અને દુકાનનું પઝેશન આપ્યું નથી અને છેલ્લા 10 મહિનાથી સાઇટ પણ બંધ કરી દીધી હોવાના આક્ષેપ લોકોએ કર્યાં છે. આજે સવારથી લોકો ફરિયાદ નોંધાવવા માટે ગોત્રી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને રાત સુધીમાં 40 વર્ષીય નયનાબેન તેવાની નામના એક મહિલાને ચક્કર આવતા તે બેભાન થઈ ગઈ હતી. જેથી તેને એમબ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

પોલીસ ફરિયાદ કરવા આવેલા શીલા બારીયાએ જણાવ્યું હતું કે, કિશન એમ્બ્રોશિઆ સાઇટમાં મેં ફ્લેટ બુકિંગ કરાવ્યાને 6 વર્ષ થઇ ગયા છે અને છેલ્લે ડિસેમ્બર-2023માં પઝેશન આપવાનું બિલ્ડરે કહ્યું હતું. પરંતુ હજી સુધી કોઇ ઠેકાણુ નથી. 70 ટકા રૂપિયા બધાએ આપી દીધા છે. આજે અને કાલે એવા વાયદા કરે છે, પૈસા પરત આપવા માટે બિલ્ડર તૈયાર નથી અને પોલીસ અમારી ફરિયાદ નોંધવા તૈયાર નથી. બિલ્ડર પણ જવાબ આપતો નથી. અમે 150 જેટલા લોકો અહીં ભેગા થયા છીએ. બધાએ મકાન અને દુકાનનું બુકિંગ કરાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *