વડોદરામાં બંધ વેરહાઉસમાં આગનો બનાવ

વડોદરા શહેરના છેવાડે આવેલા છાણી વિસ્તારમાં GSFC ગેટની સામેની બાજુએ આવેલા એક જૂના અને બંધ વેરહાઉસમાં આજે આગનો ગંભીર બનાવ સામે આવ્યો હતો. આ ઘટનાને લઈને સ્થાનિક રાહદારીઓએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી, જેના પગલે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની ટીમોએ ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.

ઓફિસ અને અન્ય સામાન બળીને ખાખ આગની જાણ થતાં જ વડોદરાના ટીપી 13, વડીવાડી અને વાસણા ફાયર સ્ટેશનની ત્રણ ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગની ટીમોએ દોઢ કલાકની ભારે જેહમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વેરહાઉસમાં રહેલું ઓફિસ અને અન્ય સામાન બળીને ખાખ થઈ ગયો છે.

ત્રણ ફાયર સ્ટેશનની ટીમોએ એક કલાકની અંદર આગ પર કાબૂ મેળવ્યો ફાયર વિભાગના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અમિત ચૌધરીએ આ બનાવ અંગે માહિતી આપતાં જણાવ્યું, “આગની ઘટનાની જાણ થતાં જ અમારી ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્રણ ફાયર સ્ટેશનની ટીમોએ એક કલાકની અંદર આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલમાં જાણવા મળ્યું છે કે આ વેરહાઉસ બંધ હાલતમાં હતો, અને ત્યાં કોઈ માલિક કે અન્ય વ્યક્તિ હાજર નહોતા.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *