વડોદરા ખાતે ફરી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો હતો. વડોદરાના પાણીગેટ જૂનીગઢી વિસ્તારમાં સોશિયલ મીડિયા પર એક ટિપ્પણીને કારણે ફરીથી શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો હતો. આ ટિપ્પણી બાદ વિસ્તારમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી તેમજ થોડા સમય માટે રસ્તા પર અશાંતિ અને પથ્થરમારો થયો હતો. મળતી માહિતી મુજબ, સોશિયલ મીડિયામાં AI આધારિત ધાર્મિક લાગણી દુભાય એવી કોઈ પોસ્ટ મૂકાયા બાદ સમગ્ર મામલો બિચક્યો હતો અને લોકોના ટોળેટાળા માર્ગો પર ઉમટી પડ્યા હતા.
પોલીસ તંત્રની સજાગતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. આ ઘટના બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં જોઈન્ટ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ જોડાયા હતા.