વડોદરામાં દંડા-ધોકા વડે જાહેરમાં ધીંગાણું

વડોદરા શહેરના સોમાતળાવ બ્રિજ પાસે તરસાલી તરફ જતા રોડ પર જાહેરમાં ધીંગાણું મચાવનાર શખસોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વીડિયો સામે આવતા મકારપુરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે ફરિયાદી બની બન્ને પક્ષના છ શખસ સામે જાહેરમાં દંડા, ધોકા ઉડાવીને ભય ફેલાવવા બદલ ગુનો દાખલ કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે, ભરવાડ સમાજના અંદરોઅંદરના વિવાદમાં જાહેર માર્ગ પર આ ધીંગાણું થયું હતું.

આ મામલે કવાભાઈ વાહાભાઇ ભરવાડ, બાથુભાઇ વાહાભાઇ ભરવાડ અને રાકેશભાઇ કાળુભાઇ ભરવાડની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીને પોલીસે કાન પકડાવ્યા હતા. જ્યારે ત્રણ આરોપી હજુ વોન્ટેડ છે.

પોલીસે નોંધેલી ફરિયાદ મુજબ, વીડિયોમાં કેટલાક વ્યક્તિઓ જાહેર રસ્તા પર એકબીજા સાથે તકરાર કરતા, બુમરાણ કરતા અને હાથ તથા લાકડીઓ વડે મારામારી કરતા જોવા મળે છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ઝઘડો ભરવાડ સમાજના સંબંધીઓ વચ્ચે અંદરોઅંદરના વિવાદને કારણે થયો હતો. અંદરોઅંદર થયેલ ઝઘડામાં જાહેર માર્ગ પર જાણે યુદ્ધનું મેદાન હોય તેમ લાકડીઓ વડે એકબીજા પર પ્રહાર કરતા જોવા મળ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *